વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બગસરા નગરપાલિકા દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વુમન ફોર ટ્રી’ થીમ અંતર્ગત મહિલાઓના હસ્તે શહેરના નટવરનગર વોટર સમ્પ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના મિશન અમૃત ૨.૦ અને ડ્ઢછરૂ-દ્ગેંન્સ્ મિશન હેઠળ ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સખીમંડળની બહેનો અને નગરપાલિકાના કર્મચારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને તેનાથી થતા નુકસાન વિશે નાગરિકોને માર્ગદર્શન આપ્યું હતું. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બગસરા નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન એ. રીબડીયા અને ચીફ ઓફિસર દિલીપભાઈ એન. હુણના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં નગરપાલિકાના સદસ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.