બગસરાના પાણીયા ગામે વાડીએથી કેબલ વાયરની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે બગસરામાં રહેતા હિરેનકુમાર મુળજીભાઈ મહીડાએ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પાણીયા ગામે જનકભાઈ કેશુભાઈ સોનીની ખેતીવાડીની સીમમાંથી ૧૨૮૦ મીટર કેબલ વાયરની અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેની કિંમત ૫૦,૦૦૦ રૂપિયા જાહેર થઈ હતી.