બગસરાના જુના ઝાંઝરીયા ગામે મહિલાએ મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. વભોબ ધક્કો મારીને ગાળો આપી હતી. ગૌરીબેન રવજીભાઈ મકવાણા (ઉ.વ.૪૮)એ કાજલબેન દિનેશભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, સામાવાળા તેમને તથા તેના પતિને ગાળો આપી બોલાચાલી કરતા હતા. તેના પતિએ સામાવાળા તેમના પતિની વિરુધ્ધમાં બગસરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે અરજીના કામે તેઓ નિવેદન લખાવવા આવ્યા હતા.તેઓ તથા તેમના પતિ સામાવાળાના માતા-પિતા સાથે સમાધાનની વાતચીત કરતા હોય ત્યારે સામાવાળા એકદમ ઉશ્કેરાઇ જઇ તેમને ધકકો મારી પછાડી દઈ જેમ ફાવે તેમ ગાળો આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર કે વરૂ વધુ તપાસ
કરી રહ્યા છે.