બગસરામાં વેપારીને વિશ્વાસમાં લીધા બાદ છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી હતી. નિકુંજભાઈ રમેશભાઈ સોજીત્રા (ઉ.વ.૩૧)એ હાર્દિકભાઈ જયેશભાઈ આહલપરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ કોઇ વ્યક્તિ સાથે સાયબર ક્રાઇમથી છેતરપિંડી કરી પોતે પોતાના બેંક ખાતામાં ફ્રોડના નાણા મેળવી લઇ આ ફ્રોડના નાણા હોવાની હકિકત તેમજ આ ફ્રોડના નાણા જમા કરવાથી બેંક ખાતું ફ્રિઝ થશે તેવી હકિકત જાણતો હોવા છતાં ફરિયાદી તથા અમરેલી જિલ્લાના અલગ અલગ વેપારીઓના ખાતામાં તેમનો વિશ્વાસ કેળવી જાણીબુઝીને કપટપૂર્વક તેની પત્નીના ખાતામાંથી ચુકવણી કરાવતો હોવાની ખોટી હકિકત જણાવી ફરિયાદીના ખાતામાં રૂ.૨૦,૦૦૦ ફ્રોડની રકમ જમા કરાવી તે નાણાના બદલામાં ચીજવસ્તુઓ ખરીદીને પોતે રાખી લઇ ફરિયાદી તથા અન્ય વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.વી. ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.