બગસરામાં કુંકાવાવ નાકા પાસે પાર્ક કરેલી વેગનઆર કાર અચાનક આગ લાગવાથી ભડભડ સળગી ઊઠી હતી. વાહનચાલક પોતાની ગાડીને પાર્ક કરી ખરીદી કરવા ગયા હતા ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતાં તે સળગી ઊઠી હતી. જ્યારે આ કારની બાજુમાં ભાર રીક્ષા પણ પાર્ક કરેલી હતી તેને પણ આ આગથી નુકસાન થયું હતું, પરંતુ આ રીક્ષાના માલિકે જીવના જોખમે રીક્ષા બચાવી લીધી હતી. રહેણાંક વિસ્તારની બાજુમાં જ આ કાર પાર્ક કરેલ હતી, પરંતુ અહીંના લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું. આ ઘટનાની જાણ બગસરા પોલીસ સ્ટેશન અને નગરપાલિકાને થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગને કાબુમાં લીધી હતી.