બગસરા શહેરમાં આજરોજ રવિવારે સવારે ૮ઃ૦૦ થી બપોરના ૧ઃ૦૦ વાગ્યા સુધી એક વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ હરિલાલ પ્રેમશંકરભાઈ વ્યાસ (મામા) ના સ્મરણાર્થે વિમળાબેન હરિલાલ વ્યાસ (શીતલ આઈસ્ક્રીમ વાળા) પરિવારના આર્થિક સહયોગથી આ સેવાયજ્ઞ યોજાઈ રહ્યો છે. શિવ બાબા માનવસેવા ગ્રુપ બગસરા તથા બાળ કેળવણી મંદિર દ્વારા આયોજિત અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલીના સહયોગથી આ ભવ્ય રક્તદાન કેમ્પનું સુંદર આયોજન થયેલ છે. રક્તદાન કરનાર દરેક માનવતાવાદી વ્યક્તિને સન્માન પત્ર અને યાદગીરી રૂપે સુંદર ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. તમે પણ રક્તદાન કરો અને અન્ય લોકોને પણ રક્તદાન કરવાની પ્રેરણા પૂરી પાડો. આ કેમ્પનું સ્થળ બાળ કેળવણી મંદિર, પોલીસ સ્ટેશનની બાજુમાં, બગસરા મુકામે રાખવામાં આવ્યું છે. આ કેમ્પ અંગેની વધુ વિગતો મેળવવા માટે આપ પંકજભાઈ ગાંગડીયાનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.








































