બગસરામાં આંગણવાડીની બહેનોએ સી. ડી. પી.ઓ.ને આવેદન આપ્યું હતું અને ત્રણ દિવસ માટે માસ લિવ પર ઉતરીને વિરોધ વ્યકત કરેલ હતો. ત્યાર બાદ તમામ મહિલાઓએ ધરણા પણ કર્યા હતા અને સુત્રોચાર કરી હમારી માંગે પૂરી કરો…ના નારા લગાવ્યા હતા. આંગણવાડી વર્કર ફેસિલિયેટરે પોતાની માંગણી રજૂ કરેલ હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ માટે કોઇ પણ પ્રકારની બેઠક યોજેલ નથી જેને લઇને આજે ફરીવાર બગસરા પંથકની આંગણવાડી મહિલાઓએ આવેદનપત્ર આપ્યું હતું. અને જો અમારી માંગણી પુરી નહિ કરવામાં આવે તો અમો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવીશું તેવી ચીમકી જિલ્લા આંગણવાડી પ્રમુખ ભાવનાબેન ભટ્ટીએ આપી હતી.