બગસરા શહેરના ૬૦ ફૂટ રોડ વિસ્તારમાં આવેલા વિવિધ સોસાયટીના રહીશો છેલ્લા બે વર્ષથી રસ્તાના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોએ વિકાસ ફંડ જમા કરાવ્યું હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ચોમાસામાં પરિસ્થિતિ વધુ વણસી છે. માતૃશક્તિ સોસાયટી, મારુતિ નંદન, મારુતિ ધામ અને ખોડિયાર નગર જેવા વિસ્તારોમાં લોકો કીચડવાળા રસ્તા પરથી પસાર થવા મજબૂર છે. આ સમસ્યાથી નાના બાળકો, વૃદ્ધો અને વાહનચાલકોને સૌથી વધુ તકલીફ પડી રહી છે. સ્થાનિક મહિલાઓએ પાલિકામાં અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ મામલે આમ આદમી પાર્ટીના કાંતિભાઈ સતાસિયા અને કાર્યકરોએ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી.