બગસરામાં આવેલી જ્ઞાનધારા વિદ્યાલયમાં ધોરણ-૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી શિવ નિલેશભાઈ દેસાણીએ ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યા બાદ ચેસ સ્પર્ધાનું જિલ્લા કક્ષાએ પણ આયોજન કરવામાં આવતા શિવ દેસાણીએ જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લામાં તૃતીય ક્રમાંક મેળવ્યો છે. શિવ દેસાણીએ ચેસ સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવી જ્ઞાનધારા સ્કૂલ તેમજ દેસાણી પરિવારનું નામ રોશન કર્યું છે.









































