બગસરાના નવી હળિયાદ ગ્રામ પંચાયતને સો ટકા ટીબી મુક્ત ગ્રામ પંચાયતનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગુરૂવારના રોજ તાલુકા કક્ષાનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવી હળિયાદ પંચાયતને સો ટકા ટીબી મુક્ત ગામનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ એવોર્ડ બાબુભાઈ દુધાતને પ્રાંત અધિકારી તેમજ ધારાસભ્ય જે.વી. કાકડીયાના વરદ હસ્તે અર્પણ કરાયો હતો.