બગસરા તાલુકાના જુની હળિયાદ ગામે છેલ્લા ત્રણ વર્ષથી ગામમાં થયેલા દબાણો દૂર કરવા માટે જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુભાઈ વાગડીયાએ વારંવાર સરપંચથી લઇને જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને અરજી આપી હતી. આમ, છતાં પંચાયત દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે એક માસ પૂર્વે ચંદુભાઈ વાગડીયાએ આત્મવિલોપનની ચીમકી આપી હતી ત્યારે તંત્રએ ફરી એકવાર સમાધાન કરી દબાણ કરનારને નોટિસ આપી હતી. પરંતુ આ નોટિસને ઘણો સમય વીતી જવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ચંદુભાઈ વાગડીયાએ સમગ્ર પ્રકરણ કોર્ટમાં લઈ જવા માટે તજવીજ હાથ ધરી છે. આ અંગેની આખરી નોટિસ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ તથા તલાટીને પાઠવી છે.