ગુજરાતી કવિ સ્નેહી પરમારે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે પાંચ વર્ષના સઘન સંશોધન બાદ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. તેમણે ગુજરાતી બાળ સાહિત્યના વણખેડાયેલા ક્ષેત્રે “ગુજરાતી બાળકવિતાની ભાષાઃ એક અભ્યાસ” વિષય પર શોધનિબંધ રજૂ કર્યો હતો. આ અભ્યાસમાં સુધારકયુગથી અનુઆધુનિક યુગ સુધીના સમયગાળામાં બાળકવિતાની ભાષામાં આવેલા ફેરફારોનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે કવિ સ્નેહી પરમારની કવિતા પર અનેક વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યાં છે.