બગસરા લોહાણા મહાજન અને રઘુવીર સેના દ્વારા પરંપરાગત રીતે આયોજિત બગસરાથી વીરપુર (જલારામ) પદયાત્રા સંઘનું આજે વહેલી સવારે પ્રસ્થાન થયું હતું. ૧૦૦ થી વધુ રઘુવંશી ભાઈ-બહેનો આ ધાર્મિક યાત્રામાં જોડાયા છે, જે ૨ દિવસની પદયાત્રા બાદ વીરપુર પહોંચશે.
આ સંઘ ૨ દિવસમાં વીરપુર પહોંચશે. યાત્રાના કાર્યક્રમ મુજબ, સંઘ પ્રથમ દિવસે બપોરે રામપુર તોરી ખાતે બપોરા કરશે અને રાત્રિ રોકાણ વડીયા લોહાણા મહાજન વાડી ખાતે કરશે. ત્યારબાદ બીજા દિવસે સવારે ત્યાંથી રવાના થઈ સાંજે વીરપુર પહોંચશે, જ્યાં ભાવિકો જલારામ બાપાની આરતીનો લાભ લઈ મહાપ્રસાદ પામી ધન્યતા અનુભવશે.
આ પદયાત્રામાં બગસરાથી ૧૦૦ થી વધુ રઘુવંશી પરિવારના ભાઈઓ અને બહેનો જોડાયા છે. આ સંઘનું સંપૂર્ણ સંચાલન બગસરા લોહાણા મહાજનના પ્રમુખ ભીખુભાઈ સેજપાલ, મંત્રી ચંદુભાઈ સૂચક, કારોબારી સભ્ય વિજયભાઈ ખીરૈયા, રઘુવીર સેનાના ખજાનચી ચંદ્રેશ સૂચક તેમજ હિતેશ મશરૂ સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.