કર્ણાટકના આઇટી મંત્રી પ્રિયાંક ખડગેએ ફરી એકવાર ઇજીજી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરએસએસની તુલના શેતાન સાથે કરી અને ભાજપને શેતાનનો પડછાયો ગણાવ્યો. એક કાર્યક્રમને સંબોધતા, પ્રિયાંક ખડગેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તુલના “શેતાન” સાથે કરી અને ભાજપને તેનો “પડછાયો” ગણાવ્યો. તેમણે સંગઠન પર નાણાકીય અનિયમિતતાનો પણ આરોપ લગાવ્યો અને તેની કાનૂની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા. ખડગેએ કહ્યું કે ભાજપ તેની વૈચારિક શકિત આરએસએસ પાસેથી મેળવે છે, અને તેથી, રાજકીય વિરોધીઓએ ભાજપને બદલે સીધા આરએસએસ સામે લડવું જાઈએ.
પ્રિયંકે કહ્યું, “જા ઇજીજી અસ્થિત્વ માં ન હોત, તો ભાજપ જેડી એસ કરતાં પણ ખરાબ હોત. હું લેખિતમાં કહી શકું છું – તે પ્રાદેશિક પક્ષો કરતાં પણ ખરાબ હોત.” “આજે આપણે જે કરી રહ્યા છીએ તે શેતાનના પડછાયા સામે લડી રહ્યા છીએ. શેતાનનો પડછાયો કોણ છે? તે ભાજપ છે. શેતાન કોણ છે? તે આરએસએસ છે. જા આપણે પડછાયા સામે લડવાનું બંધ કરીએ અને શેતાન સામે લડીએ, તો આપણો દેશ આપમેળે સુધરશે.”
ખડગેએ આરએસએસ પર “મની લોન્ડરિંગ” માં સામેલ હોવાનો પણ આરોપ લગાવ્યો અને તેના ભંડોળનાત પર સવાલ ઉઠાવ્યા. તેમણે દાવો કર્યો કે સંગઠન પાસે ૨,૫૦૦ થી વધુ સંલગ્ન સંગઠનોનું નેટવર્ક છે, જેમાંથી કેટલાક યુનાઇટેડ સ્ટેટ્‌સ અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં છે. તેમણે માંગણી કરી કે અન્ય સંગઠનો અને નાગરિકોને લાગુ પડતા કાયદાકીય અને બંધારણીય નિયમો આરએસએસ પર પણ લાગુ થવા જાઈએ. તેમણે કહ્યું, આરએસએસ ઇચ્છે છે કે આપણે સારા નાગરિક બનીએ અને આવકવેરો ચૂકવીએ, પરંતુ તેઓ પોતે તેનાથી મુક્ત રહેવા માંગે છે. આ કેવી રીતે શકી છે? આપણે આનો પ્રશ્ન ઉઠાવવો પડશે.
પ્રિયંક ખડગેએ કહ્યું, “તેઓ (મોહન ભાગવત) કહે છે કે આપણને નોંધણીની જરૂર નથી કારણ કે આપણે વ્યકિત ઓનું એક જૂથ છીએ. હું તમને વચન આપું છું, જા આજે નહીં, તો કાલે નોંધણી કરાવવી પડશે. હું તે કરાવીશ. જ્યાં સુધી કાયદો અને બંધારણ અસ્થિત્વ માં છે, ત્યાં સુધી આ થશે. આ માટે, તમારે રાજકીય ઇચ્છાશકિત ની જરૂર છે અને તમારે બંધારણીય અને કાયદેસર રીતે સાચા રહેવું પડશે. આપણને બસ આટલું જ જાઈએ છે. અમે ખાતરી કરીશું કે કોઈપણ પ્રકારની સાંપ્રદાયિક શકિત , પછી ભલે તે આરએસએસ હોય,એસડીપીઆઇ હોય કે અન્ય કોઈ હોય, તેને રોકી શકાય.”
ખડગેએ કહ્યું કે આરએસએસ પાસે ૨,૫૦૦ થી વધુ સંગઠનોનું નેટવર્ક છે, અને અમેરિકાથી ઈંગ્લેન્ડ સુધી વિવિધ સ્થળોએથી પૈસા આવે છે. હું કહી રહ્યો છું કે આ લોકો મની લોન્ડરિંગમાં સામેલ છે. તેમને આટલા પૈસા ક્યાં થી મળી રહ્યા છે? તે કેવી રીતે આવી રહ્યા છે?” તેઓ અમને ઉપદેશ આપે છે કે સારા નાગરિક તરીકે, તમારે અને મારે કર ચૂકવવા જાઈએ, પરંતુ તેમના માટે, તે મફત છે. આ કેવી રીતે શકય છે?