અમરેલી જિલ્લામાં મેઘરાજાએ સિઝનના પ્રથમ વરસાદમાં જ મહેર કરી છે અને જિલ્લાભરની તમામ નદીઓમાં પૂર આવ્યા છે જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સાવરકુંડલા તાલુકાના સૂરજવાડી સિંચાઈ યોજના ડેમમાં ભારે વરસાદના કારણે આવક વધતા ડેમ ઓવરફ્‌લો થયો છે. ડેમમાં પ્રતિ સેકન્ડ ૫૯૬૦ પાણીની આવક નોંધાય છે જેના કારણે દોલતી અને ઘાંડલા ગામોના લોકોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. રાજુલા નજીક આવેલ ધાતરવડી – ૧ ડેમ પણ ભારે વરસાદના કારણે પૂર્ણ સપાટીએ ભરાયો છે. જેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે.