શહેરમાં સેક્ટર ૨૪માં બાળકી ઉપર દુષ્કર્મના કિસ્સો બન્યો હતો. જેમાં સેક્ટર–૨૧ પોલીસ સ્ટેશન ખાતે ગુના હેઠળ ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ની કલમ ૬૪(૧), ૬૫(૨) તથા પોસ્કો એક્ટની કલમ ૪ અને ૬ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને વિવિધ પુરાવાઓ એકત્રિત કર્યા હતા. જોકે તપાસ દરમ્યાન આરોપી રામગનીત દેવનંદન રામરૂપ યાદવ (ઉંમર ૪૦ વર્ષ)ની ઓળખ કરવામાં આવી હતી.
આરોપી હાલ ગાંધીનગરના સેક્ટર–૨૫માં આવેલા અમુલ પેકેજીંગ પ્લાન્ટની લેબર કોલોનીમાં રહેતો હોવાનું અને મૂળ બિહારના નાલંદા જિલ્લાના નુરસરા થાણા વિસ્તારનો હોવાનું બહાર આવ્યું છે. જેમાં આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરી હતી. જોકે સમગ્ર કેસના મુખ્ય આરોપીને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન દરમિયાન ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. હવે પોલીસે મહત્વની કમગિરી કરીને પોસ્કોનાં કેસમાં ગાંધીનગરમાં સૌથી ઝડપી ૧૩ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી છે.
જે અંગે ગાંધીનગર એસપી રવી તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, ૧૫ ડિસેમ્બરમાં સેક્ટર ૨૧ પોલીસ મથક વિસ્તારમાં બનાવ બન્યો હતો. જેમાં ૪ વર્ષની બાળકી સાથે દૂષ્કર્મ આચર્યું હતું. જે અંગે આરોપી સામે ટેકનીકલ એવિડન્સ મળ્યા હતા. તે એફએસએલ માંથી રીપોર્ટ આવ્યા પછી ચાર્જશીટ આજે દાખલ કર્યા છે. ભોગ બનનાર બાળકીના ડીએનએ સેમ્પલ મળ્યા છે. ચાર્જશીટમાં ટેકનીકલ પુરાવાઓ મેજર એવિડન્સ તેમજ સમગ્ર ઘટનાના ચાર જગ્યાના સીસીટીવી મળ્યા તે પણ ચાર્જશીટમાં મુકાયા છે. આ ઉપરાંત બે સાક્ષી છે જેણે આરોપીને આવતા જોયા હતા તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. જાકે ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર ઝડપી ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં હવે ગાંધીનગરમાં સૌથી ઝડપી ૧૩ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. કોર્ટને વિનંતી કરવામાં આવશે કે, ઝડપી ટ્રાયલ ચલાવી સખત સજા આપે. આમ સમગ્ર ઘટનામાં ૧૭ દિવસ થયા તેમાંથી ૧૩ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.








































