અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ, લાઠી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. સોની અને પીએસઆઈ કે.કે. પાંડવની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઢસા-સાવરકુંડલા રોડ પર દેરડી ગામ પાસેથી એક સફેદ કલરની ઈકો ફોરવ્હીલ ગાડીને આંતરી હતી. તપાસ કરતાં ગાડીમાંથી મધ્યપ્રદેશમાં વેચાણ માટેની IMFL વિદેશી દારૂની LONDON PRIDE PREMIUM WHISKY ની ૧૮૦ મિ.લિ.ની કુલ ૨૨૦ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.૩૭,૪૦૦/- થાય છે. પોલીસે રૂ.૩,૦૦,૦૦૦/- ની કિંમતની ઈકો ગાડી સહિત કુલ રૂ.૩,૩૭,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે ફુલવસિંહ વાલવસિંહ બામનીયા (રહે. રાજકોટ, મૂળ મ.પ્ર.) અને એક બાળ કિશોરની અટકાયત કરી હતી.