નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, અમદાવાદ અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ગાંધીનગર સાથે થયેલા યોગ તાલીમ એમ.ઓ.યુ. અંર્તગત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની રાજકોટ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા યોગ ક્લાસમાં જોડાવા ઈચ્છુક પૂર્વ સૈનિકો, સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ અને તેઓના આશ્રિતો માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટ ખાતે વિનામૂલ્યે યોગ ક્લાસીસ-યોગની તાલીમ યોજાશે. આ યોગ ક્લાસ માટેની તાલીમ નામાવલી તૈયાર કરવામાં આવનાર છે. યોગ ક્લસીસમાં આવવા ઈચ્છુક પૂર્વ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકોનાં ધર્મપત્નીઓ, તેઓના આશ્રિતોએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સૈનિક આરામ ગૃહ, પોલીસ હેડક્વાર્ટરની સામે, રાજકોટ-૩૬૦૦૦૧ ખાતે તેઓના નામની નોંધણી કરાવી શકે છે.