અમરેલીમાં આવેલ લીલીયા ચોકડીથી દાદા ભગવાન મંદિર સુધીનો માર્ગ ધૂળીયો માર્ગ હોવાથી આસપાસના રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરતા હતા. આ અંગે પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાએ રજૂઆત કરતાં આ માર્ગ પર પેવર કરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લીલીયા ચોકડીથી દાદા ભગવાન મંદિર સુધીનો માર્ગ ધૂળીયો હોવાથી રહીશોએ પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતાં તેમણે રહીશોની મુશ્કેલીને ધ્યાનમાં લઈ રહીશોની આરોગ્ય સુખાકારી માટે બે દિવસ પહેલા જ જિલ્લા તંત્રને લેખિત રજૂઆત કરતાં તંત્ર દ્વારા રોડનું કામ કરતી એજન્સીને સૂચના આપતા આ માર્ગ પર પેવર બનાવવામાં આવતા રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. અને રહીશોએ પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાનો આભાર માન્યો હતો.