રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓમાં વધારો થવાના એનધાણ વર્તાઈ રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સાગઠિયા સામે મની લોન્ડરિંગની તપાસ માટે રાજકોટ મહાનગરપાલિકા પાસે ફરિયાદ દાખલ કરવાની મંજૂરી માગવામાં આવી છે. મનસુખ સાગઠિયા વર્ગ-૧ના કર્મચારી હોવાથી, આ મંજૂરી પ્રક્રિયા સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાંથી પસાર થશે. આજે, ૨ જુલાઈના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ઠરાવને બહાલી આપીને જનરલ બોર્ડને મોકલવામાં આવશે, અને જુલાઈ મહિનામાં યોજાનારી જનરલ બોર્ડની બેઠકમાં મંજૂરી મળ્યા બાદ ઈડ્ઢ સાગઠિયા સામે ગુનો દાખલ કરી શકે છે.રાજકોટમાં ૨૫ મે, ૨૦૨૪ના રોજ થયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ૨૭ લોકોના મોત થયા હતા, જેમાં મનસુખ સાગઠિયાની ગેરકાયદે બાંધકામને મંજૂરી આપવામાં બેદરકારી અને ભૂમિકા સામે આવી હતી. આ ઘટના બાદ તેમની સામે એક સાથે ત્રણ ફોજદારી કેસ નોંધાયા હતા, જેમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એક કેસ અને ભારતીય દંડ સંહિતા હેઠળ બે કેસનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન એન્ટી-કરપ્શન બ્યુરો  દ્વારા જાણવા મળ્યું હતું કે, સાગઠિયાએ તેમની કાયદેસરની આવક કરતાં ૬૨૮.૪૨ ટકા વધુ અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી, જેની કુલ કિંમત આશરે ૨૮.૧૭ કરોડ રૂપિયા છે.ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ ૫ હેઠળ ૨૮ મે, ૨૦૨૪ના રોજ સાગઠિયા અને તેમના પરિવારના નામે રૂ. ૨૧.૬૧ કરોડની મિલકતો જપ્ત કરી હતી. આ મિલકતોમાં સ્થાવર મિલકતો (જમીનો, બાંધકામો), કીમતી ઝવેરાત, બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ, અને અન્ય સંપત્તિઓનો સમાવેશ થાય છે. આ મિલકતો સાગઠિયા, તેમની પત્ની ભાવનાબેન સાગઠિયા, પુત્ર કેયુર સાગઠિયા, અને અલ્કેશ રણછોડભાઈ ચાવડા નામની વ્યક્તિના નામે નોંધાયેલી છે. ઈડ્ઢએ દિલ્હીની એડજયુડિકેટિંગ ઓથોરિટી સમક્ષ પીએમએલએની કલમ ૮ હેઠળ કેસ ચલાવવા માટે આ મિલકતોના ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂકવાની અરજી કરી છે, જેથી આ મિલકતો કોર્ટની કસ્ટડીમાં રહે.

એસીબીની તપાસમાં જાણવા મળ્યું કે, સાગઠિયાની કાયદેસર આવક રૂ. ૩.૮૬ કરોડની સામે તેમણે રૂ. ૨૮.૧૭ કરોડની સ્થાવર અને જંગમ મિલકતો એકઠી કરી હતી, જેમાંથી રૂ. ૨૪.૩૧ કરોડ અપ્રમાણસર મિલકત તરીકે ગણવામાં આવી છે. આ મિલકતોની વિગતો નીચે મુજબ છેઃજય બાબારી પેટ્રોલ પંપ (સોખડા, જિ. રાજકોટ) ઈન્ડસ્ટ્રીયલ ગોડાઉન-૩ (સોખડા, જિ. રાજકોટ) જય બાબારી પેટ્રોલ પંપ (ગોમટા, તા. ગોંડલ)  અન્ડર કન્સ્ટ્રક્શન હોટલ (ગોમટા, તા. ગોંડલ) ફાર્મ હાઉસ (ગોમટા, તા. ગોંડલ) ખેતીની જમીન (ગોમટા અને ચોરડી, તા. ગોંડલ) ઊર્જા ઈન્ડસ્ટ્રીયલમાં ગેસ ગોડાઉન (શાપર, તા. કોટડા સાંગાણી) બાલાજી ગ્રીનપાર્કમાં પ્લોટ (મોવૈયા, તા. પડધરી) અન્ડર કન્સ્ટ્રક્શન બંગલો (અનામિકા સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ) ટેનામેન્ટ (આસ્થા સોસાયટી, માધાપર, રાજકોટ) ફ્લેટ્‌સ (અદાણી શાંતિગ્રામ ટાઉનશિપ, અમદાવાદ) વાહનો (કુલ ૬) આ ઉપરાંત, એસીબીએ સાગઠિયાની ખાનગી ઓફિસ (૧૫૦ ફૂટ રિંગ રોડ, ટ્‌વીન ટાવર, રાજકોટ)માંથી રૂ. ૧૮ કરોડથી વધુની મિલકત જપ્ત કરી હતી, જેમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છેઃસોનાના દાગીના અને બિસ્કીટઃ ૨૨ કિલોગ્રામ (અંદાજિત કિંમતઃ રૂ. ૧૫ કરોડ) ચાંદીના દાગીનાઃ ૨.૫ કિલોગ્રામ (અંદાજિત કિંમતઃ રૂ. ૨ લાખ) ડાયમંડ જ્વેલરીઃ અંદાજિત કિંમત રૂ. ૮.૫ લાખ રોકડ ચલણી નોટોઃ રૂ. ૩.૦૫ કરોડ અગ્નિકાંડ બાદ સાગઠિયાની બેદરકારી અને ગેરકાયદે બાંધકામને મંજૂરી આપવાના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.