એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી. મળશે. રાજ્યમાં પી.એમ.કિસાન યોજનામાં પાત્રતા ધરાવતા ખેડૂતોની ફાર્મર આઈ.ડી.ની નોંધણી ફરજિયાત છે. ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઇટ પર ખેડૂતો ઘરબેઠાં જાતે અથવા નજીકના ઝ્રજીઝ્ર સેન્ટર પરથી રજિસ્ટ્રેશન થઇ શકશે. આ બાબતે ખેડૂતોએ આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને ૮-અ નકલ, ૭-૧૨ નકલની વિગત સાથે વધુ વિગતો માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વિ.સી.ઇ.) અને શહેરી વિસ્તારમાં સીટી તલાટીનો સંપર્ક કરી ડેટા એન્ટ્રી ઓપરેટર મારફતે રજિસ્ટ્રેશન કરાવવું.