બગસરાના પીઠડીયા ગામે રહેતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી વડિયાનો યુવક લગ્નની લાલચ આપી બદકામના ઈરાદે ભગાડી ગયો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ વિશાલભાઈ વિક્રમભાઈ બદાણીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમની દિકરી સગીર વયની હોવાનું જાણતો હતો. તેમ છતાં ભોળપણનો લાભ લઈ પ્રેમજાળમાં ફસાવી, લલચાવી ફોસલાવી લગ્ન કરવાન લાલચે બદકામના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. બગસરા પોલીસ સ્ટેશનના પી આઈ એમ ડી સાળુંકે વધુ તપાસ કરી રહ્યા છે.