ઓક્ટોબર-નવેમ્બરમાં બિહારમાં યોજાનારી ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ આગામી દિવસોમાં કેટલાક વધુ વિસ્તારોની મુલાકાત લેવાના છે, જેમાં સિરહર્ષા, બક્સર, મુંગેર, ગયા અને ભાગલપુર શસ્ત્રી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ ચંપારણમાં અનેક જન કલ્યાણકારી પ્રોજેક્ટ્સ લોકોને સમર્પિત કરશે. આ મુલાકાત પૂર્વ ચંપારણના મોતીહારીમાં હોઈ શકે છે પરંતુ તેની અસર પૂર્વ અને પશ્ચિમ ચંપારણ બંને પર પડશે. આ બંને વિસ્તારોમાં વિધાનસભા બેઠકોની વાત કરીએ તો, પૂર્વ ચંપારણમાં ૧૨ વિધાનસભા બેઠકો છે, જ્યારે પશ્ચિમ ચંપારણમાં ૯ વિધાનસભા બેઠકો છે.
બિહારને જે ભેટો મળશે તેમાં ચાર નવી અમૃત ભારત ટ્રેનોનું સંચાલન શરૂ,રાજેન્દ્ર નગર ટર્મિનલ (પટણા)-નવી દિલ્હી,બાપુધામ મોતીહારી-દિલ્હી (આનંદ વિહાર ટર્મિનલ),દરભંગા-લખનૌ (ગોમતી નગર),માલદા ટાઉન-લખનૌ (ગોમતી નગર) વાયા ભાગલપુર,દરભંગા-થલવારા અને સમસ્તીપુર-રામભદ્રપુર રેલ સેક્શનનું ડબલિંગ શરૂ કરવાથી રેલ ટ્રાફિકની ક્ષમતામાં વધારો થશે.,દરભંગા-નરકટિયાગંજ રેલ લાઇનનું ડબલિંગ (લગભગ રૂ. ૪,૦૮૦ કરોડનો પ્રોજેક્ટ) ઉત્તર બિહારની કનેકટીવિટીને વધુ મજબૂત બનાવશે.,સમસ્તીપુર-બછવારા સેક્શનમાં ઓટોમેટિક સિગ્નલિંગની સુવિધાઓ, જે ટ્રેનોની અવરજવર અને સમયસરતામાં સુધારો કરશે.,વંદે ભારત ટ્રેનોના જાળવણી માળખાનો પાયો પટણામાં નાખવામાં આવશે. ભટની-છાપરા ગ્રામીણ વિભાગમાં ઓટોમેટિક સિગ્નલિંગ અને ટ્રેક્શન સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે.,રોડ સેક્ટરમાં નવા રૂટ અને સારી કનેકટીવિટી,એનએચ ૩૧૯ પર આરા બાયપાસનો ચાર-લેનનો રસ્તો બનાવવામાં આવશે જે આરા-મોહનિયા અને પટના-બક્સર હાઇવેને જાડશે. અરરિયાથી મોહનિયા સુધીનો ૪-લેનનો ભાગ, જેનો ખર્ચ રૂ. ૮૨૦ કરોડથી વધુ છે, તેને જનતા માટે સમર્પિત કરવામાં આવશે, દ્ગૐ-૩૩૩ઝ્ર પર સરવનથી ચકાઈ સુધીનો રસ્તો, જે બિહાર અને ઝારખંડને જાડતો મુખ્ય માર્ગ બનશે. મત્સ્યઉદ્યોગ અને ગ્રામીણ વિકાસને નવી દિશા પ્રધાનમંત્રી મોદી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ બિહારમાં નવી ફિશ હેચરી, બાયોફ્લોક યુનિટ, એક્વાકલ્ચર યુનિટ અને ફિશ ફીડ મિલનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન લગભગ ૬૧,૫૦૦ સ્વ-સહાય જૂથોને ૪૦૦ કરોડ રૂપિયા આપશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ, ૧૨,૦૦૦ પરિવારોને ઘરની ચાવીઓ આપવામાં આવશે અને ૪૦,૦૦૦ લાભાર્થીઓને ૧૬૦ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે.
વડાપ્રધાન જે વિસ્તારમાં જઈ રહ્યા છે, ત્યાં એનડીએ એ ગત ચૂંટણીમાં ૨૧ માંથી ૧૭ વિધાનસભા બેઠકો કબજે કરી હતી. પ્રધાનમંત્રીની મુલાકાત આ વિસ્તારમાં તેના રાજકીય પ્રવેશને વધુ મજબૂત બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે, આ વિસ્તાર નેપાળની સરહદની નજીક પણ છે.
જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૫ માં નીતિશ કુમાર વિના આ વિસ્તારમાં ચૂંટણી લડી હતી, ત્યારે ભાજપને રાજકીય નુકસાન થયું હતું. ૨૦૧૫માં, પૂર્વ ચંપારણની ૧૨ વિધાનસભા બેઠકોમાંથી,એનડીએને ૫ બેઠકો મળી હતી, જ્યારે મહાગઠબંધને ૭ બેઠકો પર કબજા કર્યો હતો. ૨૦૧૫માં, જ્યારે નીતિશ કુમાર ભાજપ સાથે એનડીએમાં નહોતા, ત્યારે ભાજપને ૨૩.૫% મત મળ્યા હતા. જ્યારે જદયુ જે મહાગઠબંધનનો ભાગ હતી, તેને ૧૮.૨%, રાજદને ૨૦.૫% અને કોંગ્રેસને ૩.૬% મત મળ્યા હતા. ૨૦૨૦ ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે નીતિશ ફરીથી ભાજપ માં જાડાયા, ત્યારે ભાજર જદયના મત ટકાવારી પણ વધી અને બેઠકો પણ વધી.ભાજપને ૨૫.૮% અને જદયુ ને ૨૦.૧% મત મળ્યા. રાજદને ૨૩.૧%, કોંગ્રેસ ને ૯.૨% અને સીપીઆઇ એમએલને ૭.૫% મત મળ્યા. વિધાનસભા બેઠકો પણ ૫ થી વધીને ૯ થઈ ગઈ.
વડાપ્રધાન એક મહિનામાં બીજી વખત બિહારની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા પીએમએ ૨૦ જૂને સિવાનમાં મોટી રેલી કરી હતી. તે પહેલા તેમણે ૨૯ મેના રોજ પટનામાં રોડ શો અને ૩૦ મેના રોજ બિક્રમગંજમાં મોટી સભા કરી હતી. એપ્રિલમાં પ્રધાનમંત્રીએ મધુબનીમાં રેલી કરી હતી. આનો અર્થ એ થયો કે દર મહિને પ્રધાનમંત્રી બિહારમાં એક કાર્યક્રમ કરી રહ્યા છે. આ વખતે પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમનું વિશેષ મહત્વ છે. વિપક્ષ પણ તેના પર નજર રાખી રહ્યું છે.