લીલીયા તાલુકાના એકલેરા ગામે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે નિયામક આયુર્વેદ કચેરી ગાંધીનગર અને એકલેરા ગ્રામ પંચાયત તથા માધવ કલા વૃંદના સંયુક્ત ઉપક્રમે એકલેરા પ્રાથમિક શાળા ખાતે મામલતદાર બી.એસ.પટેલના અધ્યક્ષ સ્થાને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય એકલેરા ગામના સરપંચ એડવોકેટ રાજેશ્વરીબેન રાજ્યગુરુના હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે એડવોકેટ ઇતેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં ડો. શુક્લા, ડો જોશી, ડો.શેઠ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં બાળકોને સુવર્ણ પ્રાસન અને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરવા કરવામાં આવ્યું હતું.