સાવરકુંડલાના હિપાવડલી ગામે ખોટું પેઢીનામું બનાવીને બાપે જ દીકરાને જમીનમાંથી બેદખલ કર્યો હતો. બનાવ સંદર્ભે અમદાવાદના મેમનગરમાં રહેતા રક્ષાબેન નલીનભાઈ પટેલ (કચ્છી, ઉ.વ.૪૯)એ સસરા રણછોડભાઈ શામજીભાઈ પટેલ (કચ્છી) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, રણછોડભાઇ શામજીભાઇ કચ્છી (પટેલ) તેમના સસરા થાય છે. તેમને મહેન્દ્રભાઇ અને નલીનભાઇ નામના બે દીકરા છે. જેના નામ પોતે જાણવા છતાં પોતાની વડીલોપાર્જીત હીપાવડલી ગામની જમીનમાં પોતાના દીકરા એટલે કે તેના પતિ નલીનભાઇને મિલકતમાં કોઇ હક્ક, હિત, હિસ્સો આપવો પડે નહી અને મિલકતનો સંપુર્ણ હક્ક પોતાના પ્રથમ દીકરા મહેન્દ્રભાઇને જ મળે તેવા મલીન ઇરાદાથી પોતાની હયાતીમાં હક્ક દાખલ કરવા સારૂ લલીતભાઇ રણછોડભાઇના નામનું હીપાવડલી ગ્રામ પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રી રૂબરૂ નલીનભાઇની જગ્યાએ લલીતભાઇ નામનું ખોટી માહિતી વાળું પંચોની હાજરીમાં લલીતભાઇ પોતાનો દીકરો છે તેવું કથન કરી ખોટુ પેઢીનામું બનાવડાવી તે ખોટા પેઢીનામા આધારે પોતાની હયાતીમાં વારસાઇ નોંધ પડાવી તેમના ભાગની કાયદેસરની જમીનનો હક્ક હિસ્સો આપ્યો નહોતો. વારસાઇ નોંધમાં નલીનભાઇની જગ્યાએ લલીતભાઇ નામની ખોટી ભુલથી નોંધ થયેલ છે અને પોતાને લલીતભાઇ નામનું કોઇ સંતાન નથી. ખરેખર મારા બે દીકરા મહેન્દ્રભાઇ અને નલીનભાઇ છે તેવું લખાણ લખી આપશે તેવી આજદીન સુધી લાલચ આપી તેમની સાથે ઠગાઇ કરવાના ઇરાદાથી આવું લખાણ આજદીન સુધી લખી નહી આપી કાયદેસરની જમીનનો હક્ક હિસ્સો પોતાના પ્રથમ દીકરા મહેન્દ્રભાઇને આપી તેમને પોતાના કાયદેસરના હક્કથી વંચીત રાખી હતી. વંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી.જે. રામાણી વધુ તપાસ કરી રહ્યા છે.