યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલાસો કર્યો છે કે પાકિસ્તાન એવા દેશોમાંનો એક છે જે સક્રિય રીતે પરમાણુ શ†ોનું પરીક્ષણ કરી રહ્યા છે. તેમણે તેને અન્ય દેશો વચ્ચે એક વ્યાપક પેટર્નના ભાગ રૂપે વર્ણવ્યું છે જેણે અમેરિકાને તેના પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરવાની જરૂર પાડી છે.સીબીએસ ન્યૂઝના ૬૦ મિનિટ્‌સ સાથેના ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે રશિયા, ચીન, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન સહિત ઘણા દેશો પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે, જ્યારે અમેરિકા એકમાત્ર એવો દેશ છે જે એવું નથી કરી રહ્યો.

યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું, “રશિયા પરીક્ષણ કરી રહ્યું છે અને ચીન પરીક્ષણ કરી રહ્યું છે, પરંતુ તેઓ તેના વિશે વાત કરતા નથી. આપણે એક ખુલ્લા સમાજ છીએ. આપણે અલગ છીએ. આપણે તેના વિશે વાત કરીએ છીએ. આપણે તેના વિશે વાત કરવી પડશે, નહીં તો તમે લોકો રિપોર્ટ કરશો. તેમની પાસે એવા પત્રકારો નથી જે તેના વિશે લખે.” ટ્રમ્પે કહ્યું, “અમે પરીક્ષણ કરીશું કારણ કે તેઓ પરીક્ષણ કરે છે અને અન્ય પરીક્ષણ કરે છે. અને અલબત્ત ઉત્તર કોરિયા પરીક્ષણ કરી રહ્યું છે. પાકિસ્તાન પરીક્ષણ કરી રહ્યું છે.”

ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું, “આપણી પાસે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે, અને મને લાગે છે કે આપણે પરમાણુ નિઃશસ્ત્રીકરણ વિશે કંઈક કરવું જોઈએ. મેં રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ બંને સાથે આ અંગે ચર્ચા કરી છે. આપણી પાસે ૧૫૦ વખત વિશ્વને ઉડાવી દેવા માટે પૂરતા પરમાણુ શસ્ત્રો છે. રશિયા પાસે પુષ્કળ પરમાણુ શસ્રો છે, અને ચીન પાસે પણ પુષ્કળ હશે.” તેમણે વધુમાં ઉમેર્યું, “અમેરિકા એકમાત્ર એવો દેશ ન હોવો જોઈએ જે પરીક્ષણ કરવાનું ટાળે છે.”

ડોનાલ્ડ ટ્રમ્પે આ ટિપ્પણીઓ રશિયા દ્વારા પોસાઇડન અંડરવોટર ડ્રોન સહિત અદ્યતન પરમાણુ-સક્ષમ પ્રણાલીઓના તાજેતરના પરીક્ષણો વિશે પૂછવામાં આવતા કરી. તેમણે કહ્યું કે પરીક્ષણો માટેની તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી છે, જોકે તેમણે કોઈ સમય કે સ્થાન સ્પષ્ટ કર્યું નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું નવેસરથી પરીક્ષણો વિશ્વને અસ્થીર કરી શકે છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, “મને લાગે છે કે અમે તેને કાયમ માટે બંધ કરી દીધું છે.”

રશિયાએ તેની ઘાતક મિસાઇલનું પરીક્ષણ કર્યા બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ ૩૦ વર્ષ પછી યુનાઇટેડ સ્ટેટ્‌સને પરમાણુ શ†ોની સ્પર્ધામાં પાછું લાવ્યું છે. આ એક પરમાણુ સંચાલિત મિસાઇલ છે જેની રેન્જ ૧૫ કલાકથી વધુ છે.