પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર એ કોઈ નવી વાત નથી. પાકિસ્તાનમાં રહેતા હિન્દુ સમુદાયના લોકો દાયકાઓથી અત્યાચારનો સામનો કરી રહ્યા છે. હવે સિંધ પ્રાંતમાંથી હિન્દુઓ પર અત્યાચારના વધુ એક આઘાતજનક સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, સિંધ પ્રાંતના હૈદરાબાદ શહેરમાં ત્રણ સગીર હિન્દુ છોકરીઓ સાથે એક હૃદયદ્રાવક ઘટના બની છે. આ છોકરીઓનું પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું, પછી તેમનું ધર્માંતરણ કરીને મુસ્લિમ વ્યક્તિઓ સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા.
લઘુમતી હિન્દુ સમુદાયના લોકોએ સગીર છોકરીઓ પર થતા અત્યાચારનો વિરોધ કર્યો છે. આ પછી, પીડિત પરિવારોની ફરિયાદના આધારે પોલીસે હ્લૈંઇ નોંધી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ૧૩ જુલાઈના રોજ સિંધ પ્રાંતના સંઘાર જિલ્લામાંથી હિન્દુ સમુદાયની ૩ સગીર છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી, તેમનું બળજબરીથી ધર્માંતરણ કરીને મુÂસ્લમ વ્યક્તિઓ સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા.
જાકે, ત્રણેય છોકરીઓ બુધવારે સિંધ હાઈકોર્ટની હૈદરાબાદ બેન્ચ સમક્ષ હાજર થઈ અને સ્વેચ્છાએ ધર્માંતરણ કરીને મુસ્લિમ યુવાનો સાથે લગ્ન કર્યા હોવાની કબૂલાત કરી. છોકરીઓ તેમના પતિઓ સાથે કોર્ટમાં હાજર થઈ.
સિંધ માનવ અધિકાર પંચના અધ્યક્ષ ઇકબાલ અહેમદે ઘટના અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પત્ર લખીને કેસની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું, “જા છોકરીઓ સગીર સાબિત થાય છે, જેમ કે તેમના માતાપિતાએ દાવો કર્યો છે, તો તેમના લગ્ન સિંધ બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, ૨૦૧૩ હેઠળ આવશે.” તે જ સમયે, હિન્દુ સમુદાય સાથે સંકળાયેલા એક સંગઠનના પ્રમુખ શિવ કાચીએ જણાવ્યું હતું કે સિંધ ક્ષેત્રમાં હિન્દુ છોકરીઓનું અપહરણ, બળજબરીથી ધર્મ પરિવર્તન અને મુસ્લિમ પુરુષો સાથે તેમના લગ્નની ઘટનાઓ એક સમસ્યા બની ગઈ છે.