બહિષ્કારના વલણ વચ્ચે શિવસેનાએ મુંબઈ એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન કર્યું

પહેલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનને સમર્થન આપવા બદલ તુર્કીનો વિરોધ વધી રહ્યો છે. શિવસેનાના નેતાઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તુર્કી કંપનીને હટાવવાની માંગ કરી છે. મુંબઈ એરપોર્ટનો તુર્કીની કંપની સેલેબી દ્ગછજી એરપોર્ટ સર્વિસીસ સાથે કરાર છે. ૧૩ મેના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ધારાસભ્ય મુરજી પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનને મદદ કરવા બદલ દેશમાં તુર્કીયે સામે જારદાર વિરોધ થઈ રહ્યો છે. ટૂર ઓપરેટરો તુર્કી માટે બુકિંગ લઈ રહ્યા નથી. ટર્કિશ ફળોનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. જ્યારે માર્બલના વેપારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે જેએનયુએ એમઓયુ રદ કરી દીધો છે.
શિવસેનાના જણાવ્યા અનુસાર, સેલેબી મુંબઈ એરપોર્ટ પર લગભગ ૭૦% ગ્રાઉન્ડ ઓપરેશન્સનું સંચાલન કરે છે, જેમાં પેસેન્જર સેવાઓ, લોડ કંટ્રોલ, ફ્લાઇટ ઓપરેશન્સ, કાર્ગો અને પોસ્ટલ સેવાઓ, વેરહાઉસિંગ અને બ્રિજ ઓપરેશન્સનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન, એ વાત પ્રકાશમાં આવી કે તુર્કીએ પાડોશી દેશને મદદ કરી. ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે પાકિસ્તાને ભારત વિરુદ્ધ તુર્કીના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. દેશભરમાં તુર્કીયે વિરુદ્ધ ગુસ્સા વચ્ચે શિવસેનાએ આ માંગણી ઉઠાવી છે. તુર્કીની કંપની મુંબઈની સાથે દિલ્હી એરપોર્ટ સાથે પણ જાડાયેલી છે. દેશમાં તુર્કીયે વિરુદ્ધ જે રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, તેની હાલત માલદીવ જેવી થઈ શકે છે. ભારતના બહિષ્કારને કારણે તુર્કીને મોટું આર્થિક નુકસાન થવાની ધારણા છે.
પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા પછી તુર્કી જે રીતે પાકિસ્તાનની સાથે ઉભું રહ્યું તે પછી, ભારતીય ફળ વિક્રેતાઓ, ખાસ કરીને સફરજન વિક્રેતાઓએ તુર્કીથી સફરજન મંગાવવાનું બંધ કરી દીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યા બાદ દેશભરમાં ગુસ્સો છે. તુર્કીથી સફરજનની આયાત ન કરવા પાછળ વેપારીઓએ જે કારણ આપ્યું છે તે એ છે કે યુદ્ધ પછી, ગ્રાહકોમાંથી તુર્કી સફરજનની માંગ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે.