ધારી પત્રકાર એકતા સમિતિ દ્વારા પહેલગાંવ નજીક બેસનવાડી ખાતે થયેલ આંતકવાદી હુમલા મા ૨૭ નિર્દોષ લોકોની હત્યા કરનાર આંતકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ધારી પત્રકાર એકતા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. ધારી પત્રકાર એકતા સંઘ દ્વારા બુધવારના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગે તમામ પત્રકારો ભેગા મળીને નર્મદેશ્વર મંદિર ખાતે પ્રથમ શોકસભા રાખી હતી ત્યારબાદ મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ ધારી તાલુકાના તમામ પત્રકારો મામલતદાર કચેરીએ પહોંચીને ધારી મામલતદારને આંતકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું.