૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ફસાયેલા આ ભાવનગરના ગ્રુપને થયેલા દર્દનાક અનુભવ બાદ ઘરે પરત લાવવામાં આવ્યા છે. જોકે અન્ય છ લોકો પહેલાં જ દિવસે શ્રીનગર્થી મુંબઇ અને પછી ભાવનગર પહોંચ્યા હતા.
ભાવનગરથી પહલગામના પ્રવાસે ૨૦ લોકોનું ગ્રુપ ગયું હતું. આતંકવાદી હુમલામાં બચી ગયેલા લોકોએ ભયાનકતાને યાદ કરતાં જણાવ્યું કે તેઓ કેવી રીતે આરામ કરી રહ્યા અને ફોટા પાડી રહ્યા હતા. ત્યારે અચાનક ગોળીબારી શરૂ થઇ. શરૂઆતમાં તેમને લાગ્યું કે હથિયારોથી સજ્જ હુમલાખોરો સેનાના જવાન છે, પરંતુ ટૂંક સમયમાં તેમને ખબર પડી કે તેમના પર આતંકવાદી હુમલો થયો છે. સ્થિતિની વાસ્તવિકતા સામે આવતાં આ ઘાતક ભયમાં ફેરવાઇ ગયો.
જેમાં ભાવનગર શહેરના નવા ભરતનગર પોલીસ સ્ટેશન પાછળ આવેલી જીએમડીસી કોલોની, મુખ્યમંત્રી આવાસ યોજનાની શેત્રુંજી રેસીડેન્સી, પહેલા માળે, ઈ-૧૦૪માં રહેતા વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી (ઉ.વ.૬૨)ને હાથની કોણીના ભાગેથી ગોળી વાગીને નીકળી જતાં તેમને લોહિયાળ હાલતમાં સારવાર માટે અનંતનાગ ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
ભાવનગરથી શ્રીનગર ગયેલા પર્યટકો (૧) યતિશભાઈ સુધીરભાઈ પરમાર (મૃત્યુ).(૨) સ્મિત યતીશભાઈ પરમાર (મૃત્યુ).(૩) કાજલબેન યતીશભાઈ પરમાર..(૪) વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી (ઈજાગ્રસ્ત)..(૫) લીલાબેન વિનુભાઈ ડાભી,(૬) ધીરૂભાઈ ડાયાભાઈ બારડ,(૭) મંજુલાબેન ધીરૂભાઈ બારડ,(૮) મહાસુખભાઈ રાઠોડ,(૯) પુષ્પાબેન મહાસુખભાઈ રાઠોડ,( ૧૦) હરેશભાઈ નાનજીભાઈ વાઘેલા,,( ૧ ૧) અસ્મિતાબેન હરેશભાઈ વાઘેલા,( ૧૨) ખુશી હરેશભાઈ વાઘેલા,( ૧૩) મંજુબેન હરજીભાઈ નાથાણી,,( ૧૪) સાર્થક મનોજભાઈ નાથાણી,( ૧૫) હરજીભાઈ ભગવાનભાઈ નાથાણી,( ૧૬) હર્ષદભાઈ ભગવાનભાઈ નાથાણી,( ૧૭) ચંદુભાઈ જેરામભાઈ બારડ,( ૧૮) ચંદુભાઈ તુલસીભાઈ બારડ,( ૧૯) ગીતાબેન ચંદુભાઈ બારડ