બાબરામાં રહેતી એક પરિણીતાએ તેના ભાઈ-ભાભીની ખબર પૂછવા જવાનું કહેતા પતિએ ધક્કો માર્યો હતો. જેના કારણે તેને ઈજા પહોંચી હતી. યાસ્મીનબેન હુસૈનભાઈ ભોજવાણી (ઉ.વ.૨૭)એ પતિ હુસૈનભાઈ કાળુભાઈ ભોજવાણી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને ગારિયાધાર મુકામે તેમના ભાઈ ભાભીની ખબર પૂછવા જવું હતું. આ વાત તેમના પતિને સારી નહોતી લાગી જેથી તેમને ગાળો આપી ધક્કો માર્યો હતો. જેના કારણે પડખામાં વાગી જતાં માથાના ભાગે ત્રણ ટાંકાની ઈજા થઈ હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર. બી. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.