રાજુલાના જામકા ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પત્નીએ પતિ પર ભરણપોષણનો કેસ કરતાં લાગી આવતાં ઝેરી દવા પીધી હતી. બનાવ અંગે બાબુભાઈ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, તેમણે ૬ વર્ષ પહેલા જ્ઞાતિના રીત રિવાજ મુજબ પારૂલબેન બાબુભાઈ પરમાર સાથે ફૂલહાર કર્યા હતા. તેમની પત્ની તેમની સાથે રહેતી નહોતી અને સુરતમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. જેથી તેમને મનમાં લાગી આવતાં જુની બારપટોળી ગામે તેમણે ફિનાઈલ પીધું હતું. જેથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.જે. કાતરીયા વધુ તપાસ કરી રહ્યા છે.