પટણાના જાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ગુનેગારોએ ઘરમાં ઘૂસીને ઓલ ઇન્ડિયા ઈન્સ્ટટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, પટણાની એક નર્સના બે માસૂમ બાળકોને જીવતા સળગાવી દીધા.
મૃતકોની ઓળખ અંજલી અને અંશ તરીકે થઈ છે. આ બંને બાળકો જાનીપુરના રહેવાસી શોભા દેવી અને લાલન કુમાર ગુપ્તાના હતા. કહેવામાં આવી રહ્યું છે કે બાળકો શાળાએથી ઘરે પાછા ફર્યા હતા, ત્યારે આ ઘૃણાસ્પદ ઘટના બની. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.
એવું જાણવા મળ્યું છે કે બંને બાળકો શાળાએથી પાછા ફર્યા પછી તરત જ આ ભયાનક ઘટનાનો ભોગ બન્યા હતા. જાકે, મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ હાલમાં આ બાબતની સંપૂર્ણ તપાસ કરી રહી છે જેથી સ્પષ્ટ થાય કે આ અકસ્માતે આગ લાગી છે કે કોઈ ગુનાહિત કૃત્યનું પરિણામ છે.
એક વીડિયોમાં બાળકનો બળી ગયેલો મૃતદેહ પલંગ પર પડેલો જાવા મળે છે, તેના ચહેરા પર કપડું બાંધેલું હતું. તેની માતા, જે એમ્સ પટનામાં નર્સ છે, તેના ઘરના પ્રવેશદ્વાર પર તેના પુત્રના મૃતદેહ પાસે બેસીને રડી રહી હતી, જ્યારે પડોશીઓ તેને સાંત્વના આપી રહ્યા હતા.