દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણની સમસ્યા અંગે સુપ્રીમ કોર્ટમાં ફરી ચિંતા વ્યક્ત કરવામાં આવી. સુનાવણી દરમિયાન, વકીલે કહ્યું કે આપણે કટોકટી જેવી પરિસ્થિતિમાં છીએ, વાસ્તવિક સમસ્યા દેખરેખની છે. સીજેઆઈ સૂર્યકાંતે જવાબ આપ્યો કે અમને કારણો ખબર છે, હવે આપણને ઉકેલની જરૂર છે. સીજેઆઇએ કહ્યું કે દર વર્ષે દિવાળીની આસપાસ પ્રદૂષણ વિશે ચર્ચા શરૂ થાય છે, અને શિયાળો પૂરો થતાં જ આ મુદ્દો અદૃશ્ય થઈ જાય છે.કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હવાની ગુણવત્તાની સમસ્યા ફક્ત શબ્દોથી નહીં, પરંતુ નક્કર પગલાંથી ઉકેલાશે. કોર્ટમાં વકીલે ધ્યાન દોર્યું કે એક નિષ્ણાત સમિતિ એકયુઆઇ (એર ક્વોલિટી ઇન્ડેક્સ) નક્કી કરે છે. સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું કે તેઓ એ પણ તપાસ કરશે કે સરકારે નિષ્ણાત સમિતિ બનાવી છે કે નહીં અને કયા ઉકેલો શોધી શકાય છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોમવારે આ મામલો ફરીથી ઉઠાવવામાં આવશે અને તે પણ તપાસશે કે સરકાર અને એજન્સીઓ હવા સાફ કરવા માટે કયા પગલાં લઈ શકે છે.સીજેઆઇએ કહ્યું કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે, દ્ગઝ્રઇ ના દરેક રહેવાસી માટે એક સમસ્યા છે. સીજેઆઇએ ઉમેર્યું કે ન્યાયાધીશો પાસે તાત્કાલિક હવા સાફ કરવા માટે જાદુઈ લાકડી નથી. આપણે વાસ્તવિક કારણો જાણવાની જરૂર છે, અને તેના ઘણા કારણો છે, ફક્ત એક નહીં. સીજેઆઇએ કહ્યું કે ફક્ત નિષ્ણાતો જ ઉકેલ આપી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી કે સરકારે કેટલાક પગલાં લીધા હશે.રાષ્ટ્રીય રાજધાનીમાં એકયુઆઇ સ્તર ૩૫૫ નોંધાયું હતું, જે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, ૦ થી ૫૦ વચ્ચે એકયુઆઇ ‘સારું’, ૫૧ થી ૧૦૦ ‘સંતોષકારક’, ૧૦૧ થી ૨૦૦ ‘મધ્યમ’, ૨૦૧ થી ૩૦૦ ‘ખરાબ’, ૩૦૧ થી ૪૦૦ ‘ખૂબ જ ખરાબ’ અને ૪૦૧ થી ૫૦૦ ‘ગંભીર’ માનવામાં આવે છે.










































