ઓવરટેક કરનારને ગાડી સરખી ચલાવવાનું કહેતા મામલો બીચક્યો

રાજુલાના દાતરડી ગામે રહેતી અને ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરી કરતી એક યુવતીને નેસડી-૧ ગામના યુવકે ફરજમાં રૂકાવટ કરી, જાનથી મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ સંદર્ભે આશાબેન રાણાભાઈ ચુડાસમા (ઉ.વ.૨૮)એ નેસડી-૧ ગામના નનાભાઈ કાળાભાઈ લાખણોત્રા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમની સરકારી બાઈક લઈને પોતાની કાયદેસરની ફરજ બજાવવા જતા હતા ત્યારે ફરિયાદીએ બે-ત્રણ વાર ઓવરટેક કરી રોડ વચ્ચે ગાડી ચલાવી હતી. જેથી
આભાર – નિહારીકા રવિયા તેમણે ગાડી સરખી ચલાવવાનું કહેતા સારૂ નહોતું લાગ્યું અને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાના ઈરાદે લોખંડના પાઈપ વડે માથામાં ઘા માર્યો હતો, તેમજ શરીરે ફ્રેક્ચરની ઈજા કરીને ગાળો આપી હતી. જે બાદ નનાભાઈ કાળાભાઈ લાખણોત્રા (ઉ.વ.૪૬)એ આશાબેન ચુડાસમા સામે પણ જેમ ફાવે તેમ ગાળો આપી, લોખંડના પાઇપથી માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. એચ. રતન બંને કેસની વધુ તપાસ કરી રહ્યા છે.