નવું વર્ષ શરૂ થયાને ૨૦ દિવસ થઈ ગયા છે. પરંતુ આ વર્ષના પહેલા અઠવાડિયાના ટીઆરપી રેટિંગ હવે જાહેર થઈ ગયા છે. ‘કચુકી સાસ ભી કભી બહુ થી ૨’ સિરિયલ પહેલા અઠવાડિયા માટે ટીઆરપી યાદીમાં ટોચ પર રહી હતી. તેનો ટીઆરપી ૨.૩ હતો. આ દિવસોમાં, સિરિયલમાં ઘણા નાટક અને ટ્વિસટ જાવા મળી રહ્યા છે. મુખ્ય પાત્રો તુલસી (સ્મૃતિ ઈરાની) અને મિહિર (અમર ઉપાધ્યાય) એકબીજાથી અલગ થઈ ગયા છે. તાજેતરમાં, તુલસીનું પાત્ર વિરાણી પરિવારમાં પાછું આવ્યું છે.
‘નાગિન ૭’ સિરિયલ આ દિવસોમાં દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સિરિયલે પહેલા અઠવાડિયા માટે ટીઆરપી યાદીમાં બીજું સ્થાન મેળવ્યું છે. તેનો ટીઆરપી ૨.૧ છે. “નાગિન ૭” માં પ્રિયંકા ચહર ચૌધરી મુખ્ય ભૂમિકામાં છે. એકતા કપૂર દ્વારા નિર્મિત, આ શોએ થોડા અઠવાડિયામાં જ ટીઆરપી ચાર્ટમાં સ્થાન મેળવ્યું છે.












































