નવી દિલ્હીમાં આજે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની એનસીયુઆઈ, ઈફકો, અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે શિવરાજ સિંહ ચૌહાણે જણાવેલ કે, ભારતનું કૃષિ ક્ષેત્રે રોજગારીની તકોના સર્જન સાથે વિકાસમાં પણ એટલું જ પાવરધુ પુરવાર થયેલ છે અને તેથી આ ક્ષેત્રનું મૂળ એવા ગુજરાતના વિકાસથી સૌ કોઈ પ્રભાવિત છે. આ મુલાકાત દરમિયાન દિલીપ સંઘાણીએ ગુજરાતમાં કૃષિ સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃતિઓ અને કોઓપરેટિવ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા કાર્યો વિશે વિગતો આપી હતી. તેમણે કૃષિ ઉત્પાદકોના હિતમાં લેવાતા પગલા, ખાતર-બિજના વિતરણ તેમજ ટેકનોલોજીના ઉપયોગ થકી ખેડુત લાભ કેવી રીતે વધારવો તે અંગે ચર્ચા કરી હતી. શિવરાજસિંહ ચૌહાણે દિલીપ સંઘાણીને ભારતના કૃષિ ક્ષેત્રના વિકાસ માટે અને સહકારી ચળવળના મજબુતીકરણ માટે આપેલા યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભાવિ યોજનાઓ માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી.