ચલાલાના નવા ચરખા ગામની સીમમાં માંજરીયાની કહેવાતી વાડી પાસે નદી કાંઠેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. પોલીસે દેશી દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો મળી કુલ ૧૪,૨૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ૧૯ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. આ સિવાય છ મહિલા સહિત ૩૬ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો.