નર્મદા ડેમની સપાટી ૧૩૬ મીટર સુધી પહોંચી છે. ઉપરવાસમાંથી ૫ લાખ ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના સીઝન માં પ્રથમવાર ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા અને આરબીપીએચ, કેનાલ મારફતે ૪ લાખ ૪૬ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશ ના ૩ ડેમો માંથી ૫.૩૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાત્રે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે.હાલ ડેમમાં ૫.૩૦ લાખ ક્યુસેક પાણીની આવક છે. આરબીપીએચ, ડેટ અને કેનાલ મારફતે ૪.૩૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં જળસપાટીમાં ૪૪ સેમીનો વધારો નોંધાયો છે. ધીરે ધીરે સપાટી માં વધારો જાવા મળી રહ્યો છે.વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ૨૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જાકે પ્રથમવાર નર્મદા ડેમ ના ૨૩ દરવાજા ૨૦૧૯ માં ખુલ્યા હતા ત્યાર બાદ ૨૦૨૦ માં ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા ૨૦૨૨ માં ૨૩ દરવાજા અને ૨૦૨૩ માં ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે પુર આવ્યું હતું અને હાલ ૨૦૨૫ માં આજે ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે ઉપરવાસમાંથી સતત જા પાણી ની આવક રહેશે તો ફરી ૨૦૨૫ માં પુર ની સ્થિતિ સર્જાઈ શકે છે જાકે આજે ૧૧ વાગ્યા બાદ પાણી ની આવક કરતા જાવક ઓછી કરતા પૂર ની કોઈ શક્યતા દેખાતી નથી.