નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત યુવા મોરચાની ટીમ તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. આ સંસ્થાની સ્થાપના ૨૨ જૂન ૨૦૦૪ના રોજ રવિ ચાણક્ય દ્વારા કરવામાં આવી હતી. આજે આ સંસ્થા સમગ્ર ભારતમાં વિવિધ મંચો અને મોર્ચાઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરના ક્ષેત્રોમાં યુવા, યુવતિ શાખા, એજ્યુકેશન, ડોક્ટર, IT, અલ્પસંખ્યક વગેરે ક્ષેત્રોમાં અવિરત કાર્યરત છે. ગુજરાતમાં યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સજાગતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોના પ્રસાર માટે તાજેતરમાં ગુજરાત પ્રદેશ યુવા મોર્ચાની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. આ મંચમાં અમરેલીમાંથી પ્રશાંતભાઈ પરમારને પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ, યજ્ઞેશભાઈ કારેલીયાને પ્રદેશ યુવા મોરચાના કાર્યાલય મંત્રી, સાગરભાઈ સરવૈયાને પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ અને ગૌરવભાઈ મહેતાને પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્યની તરીકે નિમણૂક આપવામાં આવી છે.