અમરેલીની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડીયા રેડિયો પર વિવિધ કલા રજૂ કરશે. સમિતિના ચેરમેન તુષારભાઇ જોષી, વાઇસ ચેરમેન દામજી ગોલ, શાસનાધિકારી આશિષ જોષીના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે સમિતિ સંચાલિત શહેરની તમામ પ્રાથમિક શાળાઓના બાળકો રેડિયો પર ગીત, ભજન, લોકગીત, વાર્તા, વક્તવ્ય વગેરે રજૂ કરશે. વિદ્યાર્થીઓની આંતરિક શક્તિને ઉજાગર કરવાના હેતુથી આ બાળકોની તેના કૌશલ્યના આધારે પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ વિદ્યાર્થીઓને ઓલ ઇÂન્ડયા રેડિયોનાં બાળકો માટેના કાર્યક્રમ “એન ઘેન દીવાઘેન” કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ ગુરુવાર ૦૯ જાન્યુઆરીએ રેડિયો પર કલાના ઓજસ પાથરશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલનાં શિક્ષક કેતનભાઇ જોષી દ્વારા માર્ગદર્શન અપાયું છે.