અમરેલીના ઓક્સફર્ડના વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ ૧૦ ના પરિણામમાં અદ્ભુત દેખાવ કર્યો છે. અમરેલી જિલ્લામાં ૬૩ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવીને ઈતિહાસ રચ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓએ અમરેલી જિલ્લામાં ડંકો વગાડ્યો છે. સંસ્થાના કુલ ૨૨૫ વિદ્યાર્થીઓમાંથી ૨૧૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જે દર્શાવે છે કે શાળાનું શિક્ષણ સ્તર કેટલું ઊંચું છે. તેમાં પણ ૬૩ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ, ૭૨ વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ અને ૧૦૭ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ P.R. મેળવ્યા છે, જે સંસ્થાની મહેનત અને વિદ્યાર્થીઓની મહેનતને આભારી છે. ખાસ કરીને ઠાકર અનામિકા, રામોલીયા સોહમ અને પરમાર દેવાંશીએ ૯૯.૯૩ P.R. સાથે શાળામાં પ્રથમ સ્થાન મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ તેઓ અભિનંદનના અધિકારી બન્યા છે. ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપે છે. આ પરિણામ ઓક્સફર્ડ શાળાના શિક્ષકો અને સંચાલકોના સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. તેમ મયુરભાઈ ગજેરા, પ્રહલાદભાઈ વામજા, નિલેશભાઈ ગજેરાની અખબારી યાદીમાં
જણાવેલ છે.