ધોરાજીના જૂનાગઢ રોડ સ્થિત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સામાજિક સુરક્ષાના ભાગરૂપે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. બેન્કના એક ગ્રાહકનું અકસ્માતે અવસાન થતા, ભારત સરકારની ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ હેઠળ તેમના પરિવારને રૂ.૨,૦૦,૦૦૦ ના વીમા કવચનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મૃતક ગ્રાહકે માત્ર રૂ.૨૦ નું વાર્ષિક પ્રીમિયમ ભરીને આ સુરક્ષા કવચ મેળવ્યું હતું.શાખા મેનેજર પુષ્પેન્દ્ર નાગર અને તેમની ટીમે પીડિત પરિવારને વળતર અપાવવા માટે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી ચેક સુપરત કર્યો હતો. આ પ્રસંગે સહાયક મેનેજર હસ્તિન ગાંધી સહિત બેન્ક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.