ધોરાજી સિટી પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. સિટી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ.ગરચર તેમજ ટ્રાફિક બ્રાન્ચના રાજદીપસિંહ વાઘેલા અને ટીઆરબીના જવાનો દ્વારા આવકાર ચોકડી નજીક પસાર થતા વાહન ચાલકોને ટ્રાફિક અવરનેસના સ્ટીકર વિતરણ કર્યા હતા તેમજ માર્ગ સલામતી અંતર્ગત વાહન ચાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત નિવારવા અંતર્ગત મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ સીટબેલ્ટ અને હેલ્મેટની ઉપયોગીતા અંગે જાણકારી આપવામાં આવી હતી.