ધોરાજી સીટી પોલીસે એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢ ફેમિલી કોર્ટના સજા વોરંટ સંદર્ભે આરોપી ઇકબાલભાઇ આમદભાઇ ફરાર હતો. ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.એસ. ગરચર તથા સર્વેલન્સ સ્કવોડના પો.સબ.ઇન્સ. આર.બી. બલદાણીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે તપાસ કરી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી સામે ફોજદારી પરચુરણ અરજી નં. ૪૨૮-૨૦૨૪ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.








































