ધોરાજીમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં એલપીજી ગેસના ઉપયોગ અંગે મામલતદાર ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગેસની અછત ઊભી થતા તંત્રએ ના છૂટકે બહાર નીકળવું પડ્યું હતું. ઈરાન સામે ઈઝરાયેલ અને અમેરિકા જેવાં દેશો વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે રેસ્ટોરન્ટ અને હોટેલમાં એલ પી જી ગેસનાં બાટલાનો વપરાશ ન કરવા માટે સુચના અપાઇ છે.તાજેતરમાં યુધ્ધના કારણે ગેસની અછત ઊભી થઈ હોવાથી ઉપલી કક્ષાએથી હુકમ થતાં ધોરાજી તંત્રને ના છૂટકે કાર્યવાહી કરવા દોડવું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતાં માલિકોમાં ફફડાટ જોવા મળેલ છે.









































