ધોરાજી પોલીસ ડિવિઝન વિસ્તારના સિટી પોલીસ સ્ટેશનના વડા વિજયસિંહ ગુર્જરે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઈમ તેમજ છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારના સાડા સાત લાખ રૂપિયા જેવી માતબર રકમ આપવામાં આવી હતી. આ ઉપરાંત દોઢ લાખની કિંમતના ૧૦ જેટલા ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ પોલીસે ટેકનોલોજી દ્વારા શોધી અરજદારોને પરત મેળવી આપ્યા હતા.જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પોતાના ઉદ્‌બોધનમાં જણાવેલ કે હેલ્મેટ પહેર્યા વિનાના અકસ્માતોમાં એક વર્ષમાં જિલ્લા વિસ્તારમાં ૧૫૦ થી વધારે લોકોના જીવ ગયા છે ત્યારે હેલ્મેટ પ્રત્યે અવેરનેસ રાખી પોતાના જીવની સુરક્ષા કરવાની જવાબદારી નાગરિકો સમજે.