ધોરાજીમાં ગતરોજ જેતપુર રોડ પર આવેલા ખરીદી કેન્દ્રમાં ખેડૂતોની મગફળી લેવામાં આવી હતી. જે જામકંડોરણા રોડ પર આવેલ બીજા વેર હાઉસ પર હોંચતા એ ગોડાઉનના અધિકારી દ્વારા પાંચ જેટલા ટ્રકની મગફળીને રિજેકટ કરવામાં આવી હતી. આથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ગઈકાલે થયેલ નમૂના બીજા ગોડાઉન પર રિજેક્ટ થવાના પડઘાં આજે પડ્‌યા હતા. આજે અતુલ સોલવંટ ખાતે ખેડૂતોની ટેકાનાં ભાવે ખરીદી કેન્દ્ર છે તે બંધ હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર-ગુજરાતના તમામ કેન્દ્રા ખુલ્લા છે ફક્ત ધોરાજીમાં ખરીદી કેન્દ્ર જ બંધ હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂત અગ્રણી અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ જણાવ્યું હતું કે, ગ્રેડર એજન્સીના અધિકારી છે, તેમની મનમાની ક્યાંક ને ક્યાંક પૈસા પડાવવાનો કારસો કરી રહી છે. કેન્દ્ર ઉપરથી જે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે સારી ક્વોલિટીની ખરીદી કરવામાં આવે છે પણ વેર હાઉસનાં ગોડાઉનમાં જાય છે ત્યાં આ મગફળીનો જથ્થો ભરેલી ગાડીને રિજેકટ કરવામાં આવે છે.