ધોરાજીમાં કોળી સમાજના યુવાન હિમાલય બારૈયાની હત્યા મામલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવ્યા છે. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પીડિત પરિવારની મુલાકાત લીધા બાદ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા ગંભીર સવાલો છે. ધારાસભ્યનો મોટો આક્ષેપ ૪ શખ્સોએ મળીને યુવાનની હત્યા કરી હોવા છતાં આ મામલે નોંધાયેલી એફઆઇઆરમાં માત્ર ૨ જ આરોપીઓના નામ લખાયા છે. જેથી આ મામલે તેઓએ પીડિત પરિવાર સાથે ઊભા રહી ન્યાયની માંગ કરી છે.
વિગતે વાત કરીએ તો, ગત ૨૮મી માર્ચે સાંજના સમયે રાજકોટના ધોરાજીમાં આઈ.ટી.આઈ અને ઓવરબ્રિજ નજીક જાહેર માર્ગ પર આ ખૂની ખેલ ખેલાયો હતો. રાજકોટની પી.આર. આંગડિયા પેઢીમાં પૈસાની લેતી-દેતી બાબતે કોળી સમાજના હિમાલય સરૈયા નામના યુવકની પી.આર. આંગડિયા પેઢીના માલિક સહિત ૫થી ૬ શખ્સોએ લાકડી-ધોકા અને કુહાડી જેવા હથિયારોથી હુમલો કરી જાહેરમાં હત્યા નીપજાવી હતી. જે મામલે હાલ રાજકારણ ગરમાયું છે.
આ મામલે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પીડિત પરિવારને ન્યાય અપાવવા મેદાને આવ્યા છે. તેઓએ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સાથે પીડિત પરિવારની મુલાકાત લઈ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્યનો મોટો આક્ષેપ ૪ શખ્સોએ મળીને યુવાનની હત્યા કરી હોવા છતાં નોંધાયેલી હ્લૈંઇમાં માત્ર ૨ જ આરોપીઓના નામ કેમ?