ધોરાજી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોહમ્મદ પયગંબર સાહેબની યાદમાં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા એક વિશાળ શહેરી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. બહારપુરાની હૈદરી મસ્જિદ પાસેથી શરૂ થયેલું આ જુલૂસ ‘સરકાર કી અહમદ મરહબા’ના ગગનભેદી નારા સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું. આ જુલૂસમાં સુન્ની મુસ્લિમ જમાતના અગ્રણીઓ, ધર્મગુરુઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જુલૂસની પૂર્ણાહુતિ પોસ્ટ ઓફિસ ચોક પાસે આવેલી મક્કા મસ્જિદ પાસે થઈ હતી. જુલૂસ બાદ પોસ્ટ ઓફિસ પાસે ભવ્ય ન્યાઝ શરીફ (ભોજન)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.









































